Morbi તા.30
મોરબીમાં અવારનવાર વ્યાજના ગુનામાં પકડાયેલ તેમજ દારૂના ગુનામાં ઝડપાયેલા બે ઇસમોને પોલીસે પાસા તળે ઝડપી લઈને જુનાગઢ અને વડોદરા જેલહવાલે કરવામાં આવ્યા છે
મોરબીમા ગેરકાયદેસર વ્યાજ વટાઉના ગુનામાં ઝડપાયેલ ઇસમ મોહન ઉર્ફે શિવમ ભગવાનજીભાઈ ભુંભરીયા (ઉ.વ.૨૯) રહે ત્રાજપર ચોકડી પાસે અંબિકા સોસાયટી મોરબી ૨ અને દારૂના ગુનામાં ઝડપાયેલ ઇસમ અકરમ મહેબુબશા શાહમદાર (ઉ.વ.૨૨) રહે મોરબી મકરાણીવાસ મદીના મસ્જીદ પાસે એમ બે ઈસમો વિરુદ્ધ એ ડીવીઝન પોલીસે પાસા પ્રપોઝલ તૈયાર કરી ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને મોકલતા પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું હતું જેને પગલે પોલીસે પાસા વોરંટની બજવણી કરતા આરોપી મોહન ભુંભરીયાને જુનાગઢ જેલ અને અકરમ શાહમદારને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો છે