Morbi તા.૨૬
શહેરમાં રહેતી સગીરાને સોશ્યલ મીડિયાના માધ્યમથી તેમજ ટ્યુશનમાં સંપર્કમાં આવ્યા બાદ પ્રેમજાળમાં ફસાવી સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે પોલીસે આરોપી વિધર્મી યુવકને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી શહેરમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી આરોપી સાહિલ ઇલ્યાસ કટિયા નામના ઇસમેં અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું અગાઉ મોરબી શહેરમાં રહેતો ભોગ બનનાર સગીરાનો પરિવાર બાદમાં સામાકાંઠા વિસ્તારમાં રહેવા જતો રહ્યો હતો છતાં આરોપી સાહિલે સગીરાને સંબંધ રાખવા દબાણ કરી તેમજ પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું જેથી સગીરાની માતાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે પોલીસે આરોપી સાહિલ ઇલ્યાસ કટિયા નામના ઈસમને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે ઝડપાયેલ ઇસમ રીઢો ગુનેગાર છે જેના વિરુદ્ધ અગાઉ એ ડીવીઝન પોલીસ મથકમાં પોક્સો તેમજ ચોરીના ૦૨ અને ૧ લૂંટના ગુના નોંધાઈ ચુક્યા છે