Morbi,તા.20
ચીખલી ગામની સીમમાં વાડીએ ઝેરી જીવજંતુ કરડી જતા ૩૨ વર્ષના યુવાનનું સારવાર દરમીયાન મોત થયું હતું માળિયાના ચીખલી ગામે વાડીએ રહીને મજુરી કરતા લીલસીંગ ગુલિયાભાઈ નાયક (ઉ.વ.૩૨) નામના યુવાનને ગત તા. ૧૮ ના રોજ વાડીએ રાત્રીના સમયે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમીયાન મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે