Morbi,તા.૨૪
જુના ઘાટીલા ગામના રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને પોલીસે ૪૬,૭૫૦ ની રોકડ રકમ જપ્ત કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના ઘાટીલા ગામે ઉગમણા ઝાપા પાસે દૂધ મંડળી બાજુમાં રહેતા રાઘવજીભાઈ હરજીભાઈ વિડજાના રહેણાંક મકાનમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જુગાર રમતા રાઘવજીભાઈ હરજીભાઈ વિડજા, જયેશભાઈ જીવરાજભાઈ વિડજા, દિનેશભાઈ પોલજીભાઈ જશાપરા, નરેન્દ્રભાઈ નાથાભાઈ વિડજા, વિજયભાઈ બચુભાઈ જાકાસણીયા, મહેશભાઈ મગનભાઈ વિડજા અને તળશીભાઈ સવજીભાઈ ગઢિયા રહે બધા જુના ઘાટીલા તા. માળિયા વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૪૬,૭૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે