Morbi તા.૩૦
ફતેપર ગામના પાટિયા નજીકથી માળિયા પોલીસે એક ઈસમને દેશી બનાવટની બંદુક સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ફતેપર ગામના પાટિયા પાસેથી આરોપી ઇકબાલ કાદર જામ (ઉ.વ.૧૯) રહે વિસીપરા મોરબી ૨ વાળાને ઝડપી લઈને આરોપી પાસેથી દેશી બનાવટની બંદુક (કટ્ટો) નંગ ૦૧ કીમત રૂ ૨૦૦૦ જપ્ત કરી આરોપી વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે