Morbi,તા.21
માળિયાની માલાણી શેરીના મકાનમાં રેડ કરી એસઓજી ટીમે ૩ કિલો ૯૩૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને ગાંજો, મોબાઈલ સહીત ૪૪ હજારથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માલાણી શેરીમાં રહેતા વલીમોહમદ શેરમોહમદ મોવરના મકાનમાં ગાંજાનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાંથી ગાંજાનો જથ્થો વજન ૩ કિલો ૯૩૦ ગ્રામ કીમત રૂ ૩૯,૩૦૦ મળી આવતા પોલીસે ગાંજો અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ તેમજ અદાહાર કાર્ડ અને ગાંજો ભરવા માટે ઉપયોગમાં લીધેલ રેક્જીનનો કાળા કલરનો થેલો સહીત કુલ રૂ ૪૪,૩૦૦ નો મુદામાલ કબજે લીધો છે
એસઓજી ટીમે ગાંજા સહિતના મુદામાલ સાથે આરોપી વલીમોહમદ મોવરને દબોચી લીધો છે જે જથ્થો સુરત રહેતા અસ્લમ રફીક માણેક પાસેથી મેળવ્યાની કબુલાત આપતા માળિયા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે