Morbi,તા.04
મોરબી જીલ્લામાં ખનીજ ચોરી રોકવા ટીમો આકસ્મિક ચેકિંગ અને રેડ સહિતની કામગીરી કરી રહી છે જેમાં મોરબી તાલુકાના સોખડા ગામે તેમજ માળિયા એમ બે સ્થળે રેડ કરી ચાર વાહનો મળીને કુલ રૂ ૧.૫૦ કરોડનો મુદામાલ કબજે લેવામાં આવ્યો છે
મોરબી ભૂસ્તરશાસ્ત્રી જે એસ વાઢેરના માર્ગદર્શન હેઠળની ટીમે ખનીજ ચોરી બાબતની ફરિયાદ સંદર્ભે સોખડા ગામે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ત્રણ ડમ્પર મળી આવ્યા હતા જેના માલિક સુરેશભાઈ નાગળા, કડીવાર હિતેષભાઈ નરભેરામભાઈ અને જયમનભાઈ ચંદુભાઈ રાઠોડના હોવાનું ખુલ્યું હતું જેમાં સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વહન કરવા બદલ ત્રણેય ડમ્પર ઝડપી લઈને મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યા છે
તે ઉપરાંત માળિયા (મી.) ખાતે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ન્યુ ડમ્પર જેનું રજીસ્ટ્રેશન થયું ના હોય તે ઝડપી લેવામાં આવ્યું છે જેના માલિક જીતુભા દરબાર હોવાનું ખુલ્યું છે આમ બે રેડમાં કુલ ચાર વાહનો મળીને અંદાજીત રૂ ૧.૫૦ કરોડનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે