Morbi,તા.15
માળિયાના ચીખલી ગામે પિતા પુત્રએ ગાયો ચરાવવા માટે રાખી બાદમાં અન્ય ઇસમોને વેચી નાખી કતલ કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા જે પિતા પુત્ર વિરુદ્ધ બાદમાં હળવદ પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હતો તો હવે વધુ એક ફરિયાદ માળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે
ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના ગોપાલભાઈ સીધાભાઈ ગોલતરે આરોપી મુસ્તાક અમીન અને અમીન કરીમ લધાણી રહે બંને ચીખલી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ગોપાલભાઈ અને અન્ય પાસેથી કુલ ૫૦ ગાયો કીમત રૂ ૨.૫૦ લાખ ચરાવવાનું કહીને રખેવાળ તરીકે રાખી હતી બાદમાં બંને આરોપી પિતા પુત્રએ દોઢ માસ પૂર્વે ગાયો બાબતે ગોપાલભાઈએ પૂછતાં સરખો જવાબ આપ્યો ના હતો અને ગાયો જંગલમાં જતી રહ્યાનું જણાવ્યું હતું આમ ૫૦ ગાયો પરત નહિ આપી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે માળિયા પોલીસે આરોપી પિતા પુત્ર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે