Morbi,તા.19
મોરબી જીલ્લામાં ત્રણ અપમૃત્યુના બનાવો નોંધાયા છે મોરબી, માળિયા અને વાંકાનેર પંથકમાં ત્રણ વ્યક્તિના મોત મામલે પોલીસે તપાસ ચલાવી છે
પ્રથમ બનાવમાં મોરબીના પરષોતમ ચોક હુડકા ક્વાર્ટરમાં રહેતા રાજુભાઈ સોંડાભાઈ ઠુંગા નામના યુવાન ગત તા. ૧૮ ના રોજ શહેરના બેઠા પુલ નીચે કોઈ કારણોસર નીચે પડી જતા શરીરે ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મરણ ગયેલ જાહેર કર્યા હતા બીજા બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ માળિયાના સરવડ ગામની સીમમાં રહીને મજુરી કરતા અનિતાબેન શોભારામ ડામોર, તેનો ભાઈ રાકેશ અને ભાભી ત્રણેય ગત તા. ૨૦-૧૧ ના રોજ સરવડ ગામની સીમમાં વાડીએ દવા છાંટતા હતા ત્યારે અનિતાબેનને દવાની ઝેરી અસર થતા મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ અને બાદમાં વધુ સારવાર અર્થે રતલામ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન સગીરાનું મોત થયું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
ત્રીજા બનાવમાં ચોટીલા તાલુકાના તરમોડા ગામના રહેવાસી રાયધનભાઈ બચુભાઈ ચાડમીયાએ પોલીસ મથકમાં જાણ કરી હતી કે વાંકાનેરમાં આવેલ ફેવરીટ પ્લસ કારખાના પાછળ મેલડીમાં મંદિર સામે આવેલ પાણીના હોક્ળામાં અજાણ્યો પુરુષ આશરે ૩૫ થી ૪૦ વર્ષ વાળો હોક્ળા કાંઠેથી કોઈ કારણોસર પગ લપસતા પાણીમાં પડી જતા ડૂબી જતા મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે