Morbi,તા.13
માળિયા અને વાંકાનેરમાં જાહેરમાં વરલી જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન વેલનાથપરાના નાકે રેડ કરી હતી જ્યાં જાહેરમાં વરલી જુગાર રમતા કલ્પેશ ઉર્ફે શક્તિ મેઘજી સોલંકી (ઉ.વ.૪૨) રહે વાંકાનેર આરોગ્યનગર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૪૬૦૦ જપ્ત કરી છે બીજી રેડમાં એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયાના વાગડિયા ઝાપા નજીક પોસ્ટ ઓફીસ પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં વરલી જુગાર રમતા આરોપી સિકંદર સુભાન જેડા અને કાસમ હુશેન સંધવાણી એમ બે ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૫૮૨૦ જપ્ત કરી છે અન્ય આરોપી સરફરાઝ ઉર્ફે સલીમ ખોખરનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે