Morbi,તા.28
માળિયા કચ્છ નેશનલ હાઈવે પર હોટેલ ગ્રાઉન્ડમાં યુવાન કારની સર્વિસ કરતો હતો ત્યારે બે ઇસમો ધારિયા અને ધોકા સાથે આવી યુવાનને માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
માળિયા તાલુકાના ચીખલી ગામે રહેતા સલીમ કરીમ કટિયાએ આરોપીઓ સાહિલ રણમલ મોવર અને મોસીન નુરાલી મોવર રહે બંને માળિયા ત્રણ રસ્તા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી સલીમ માળિયા કચ્છ હાઈવે પર આવેલ વિસાલા હોટેલના ગ્રાઉન્ડમાં કાર સર્વિસ કરતો હતો ત્યારે કોઈ પણ કારણ વગર બંને ઈસમો ધારિયા અને ધોકા સાથે આવી સલીમને હાથ પગના ભાગે ઘા મારી ઈજા કરી ગાળો અપાઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીની સ્વીફ્ટ કારના કાચ તોડી નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે