Morbi તા 2
તાજેતરમાં અમરેલીમાં એક યુવતીને સામાન્ય ગુનામાં રાત્રીના સમયે ધરપકડ કરી હતી અને ત્યારે બાદ તેને પકડીને પોલીસ સ્ટેશનમાં રાખી હતી અને બીજે દિવસે જાહેરમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
જેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવે છે ત્યારે મોરબીના કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારી દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરીને માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોય તાત્કાલિક અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ તપાસ માટે કમિટી બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.