Morbi,તા.13
ચંદ્રપુર ગામે મંડળી વાળી શેરીમાં દીકરીની સળી કરવા બાબતે ઠપકો આપ્યો હોય જેનો ખાર રાખી આરોપીઓએ ઘરે જઈને બોલાચાલી કરી લાફો મારી છાતીમાં પાઈપ મારી ઈજા કરી છરી અને લોખંડ પાઈપ સાથે બહાર આવી ગાળો આપી ત્રણને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે
વાંકાનેર તાલુકાના ગારીડા ગામે રહેતા રૂકમુદીન અમનજી માથકીયા (ઉ.વ.૩૧) વાળાએ આરોપી ફિરદોશ મુનાફ જુણેજા, શબીર સમાભાઈ, ફૈઝલ મુનાફ જુણેજા, ઇમરાન સમશેર ખલીફા, બસીર ખલીફા અને સમશેર ખલીફા રહે બધા ચંદ્રપુર તા. વાંકાનેર વાળા વિરુદ્ધ ફરિયાદ નોધાવી છે કે રીઝવાનાબેનની દીકરીને આરોપી ઇમરાન ખલીફાએ સળી કરતા તેને ઠપકો આપ્યો હતો જેને પગલે ફિરદોશ, સબીર, ફૈઝલ અને ઇમરાન એમ ચાર ઇસમોએ રીઝવાનાબેનના ઘરે જઈને બોલાચાલી કરીને લાફો મારી છાતીમાં પાઈપ મારી ઈજા કરી હતી તેમજ બનાવના સમાધાનની વાત કરતા આરોપી બસીર અને સમશેરના ઘર પાસે જતા તું તારી અને બોલાચાલી તઃતા આરોપીઓએ છરી અને લોખંડ પાઈપ જેવા હથિયાર લઈને ઘરની બહાર આવી ગાળો આપી જાકીરહુશેનને માથાના ભાગે, અકમલ રજાને માથામાં તેમજ ઈસ્માઈલને હાથના ભાગે ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે