Morbi તા.૧૦
રાતીદેવરી ગામે યુવાનના ઘર નજીક ગાળો બોલવાની ના પાડતા ત્રણ ઇસમોએ લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામના રહેવાસી નીતિનભાઈ કાન્તીભાઈ વોરા (ઉ.વ.૨૦) નામના યુવાને આરોપીઓ કાળું વિપુલભાઈ વોરા, જયસુખ ગોવિંદભાઈ વોરા અને ધમો અશોકભાઈ વોરા રહે બધા રાતીદેવરી વાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપી કાળું વોરા યુવાનના ઘર પાસે ગાળો બોલતો હતો જેથી ગાળો બોલવાની ના પાડતા ગાળો આપી લાકડી વડે પગ અને વાસામાં માર મારી ઈજા કરી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે