Morbi,તા.13
સરતાનપર રોડ પર ઝાડની ડાળીએ દોરડા સાથે લટકી યુવાને આપઘાત કરી લેતા બનાવ મામલે પોલીસે તપાસ ચલાવી છે
મૂળ ઓડીશાના વતની અને હાલ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ વોરોલી પ્લાસ્ટ કારખાનામાં રહીને મજુરી કરતા ગૌતમ નિરંજન બિસ્વાલ (ઉ.વ.૨૬) નામના યુવાને કારખાના કમ્પાઉન્ડમાં ઝાડની ડાળીએ દોરડા સાથે લટકી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ ચલાવી છે