Morbi,તા.21
મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા ૩૫ વર્ષના યુવાને માનસિક તણાવમાં આવીને ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત થયું હતું જયારે બીજા બનાવમાં વાંકાનેરના કોટડાનાંયાણી ગામના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો
પ્રથમ બનાવમાં મોરબીના કાલિકા પ્લોટ શેરી નં ૦૪ માં રહેતા પ્રેમજીભાઈ પુંજાભાઈ સોલંકી (ઉ.વ.૩૫) નામના યુવાન કામ ધંધો કરતા ના હતા જેથી માનસિક તણાવમાં આવીને જાતે ગત તા. ૨૦ ના રોજ ઝેરી દવા પી લેતા સારવારમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે બીજા બનાવમાં વાંકાનેરના કોટડાનાયાણી ગામે રહેતા નરવા પંકજભાઈ (ઉ.વ.૨૧) નામના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી છે