Morbi,તા.30
વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં ૬૭ વર્ષીય વૃદ્ધા બાથરૂમહતા હતા ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા હતા અને સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત થયું હતું
વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીના રહેવાસી ગીતાબેન દેશળભાઈ પરમાર (ઉ.વ.૬૭) નામના વૃદ્ધા પોતાના ઘરે સાંજના પોણા આઠ વાગ્યાના અરસામાં બાથરૂમમાં હતા ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન થઇ જતા વાંકાનેર સીવીલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે