Morbiતા.૨૦
વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળતા વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે પાસે ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તીરથ પાસે આવેલ જુના પડતર ડામર રોડ ખાતે આ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
જેમાં વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી ૫ જેટલા ગુનામાં પકડાયેલ બોટલ નંગ- ૨૯,૪૬૯ કિંમત રૂ. ૬૨,૭૮,૨૭૦ તથા વાંકાનેર સિટી પોલીસ મથક વિસ્તારમાંથી ૮ જેટલા ગુનામાં પકડાયેલ બોટલ નંગ- ૩૩૩ કીમત રૂ. ૧,૦૦,૨૨૫ એમ મળી કુલ બોટલો નંગ- ૨૯,૯૦૨ કુલ કિંમત રૂ. ૬૩,૭૮,૪૯૫ના દારૂનો નાશ કરાયો હતો