Morbi,તા.19
મોરબી શહેરમાં નકલી ડોકટરોનો જાણે કે રાફડો ફાટ્યો હોય તેવું લાગી રહ્યું છે હજુ ગઈકાલે જ નકલી ડોક્ટરને પોલીસે ઝડપી લીધા બાદ વધુ બે નકલી ડોકટરોને ઝડપી લઈને પોલીસે દવાનો જથ્થો કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પંચાસર રોડ મહાવીરનગરમાં રહેતા આરોપી અશ્વિનભાઈ વેલજીભાઈ નકુમના રહેણાંક મકાનમાં તપાસ કરી હતી જ્યાં આરોપી અશ્વિન નકુમ કોઈપણ ડીગ્રી વગર દર્દીઓની જિંદગી જોખમાય તેવી રીતે બીમાર દર્દીની સારવાર કરતા ઝડપાયો હતો પોલીસે નકલી ડોક્ટરને ઝડપી લઈને એલોપેથી દવાનો જથ્થો કીમત રૂ ૧૮,૭૬૨ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
જયારે સીટી બી ડીવીઝન પોલીસ ટીમ સામાકાંઠે નિત્યાનંદ સોસાયટી પાસે આવેલ શ્રીજી કલીનીક ખાતે તપાસ કરી હતી જ્યાં આરોપી પ્રણવકુમાર અશોકભાઈ ફડદુ (ઉ.વ.૨૪) રહે જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર પાસે મોરબી વાળાને ઝડપી લીધો હતો જે આરોપી કોઈપણ ડીગ્રી વિના દર્દીની સારવાર કરતા મળી આવ્યો હતો આરોપીને ઝડપી લઈને પોલીસે એલોપેથીક દવાનો જથ્થો કીમત રૂ ૮૯૪૧ નો મુદામાલ કબજે લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે