Morbi તા.૨૨
શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૧૦,૫૫૦ ની રોકડ રકમ જપ્ત કરી છે જયારે માધાપર ઝાપા પાસેથી વરલી જુગાર રમતા ઈસમને પોલીસે ઝડપી લીધો છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમીયાન મચ્છીપીઠ પિંજારાના જમાતખાના પાસે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા ઈર્શાદ ઇકબાલ ત્રાયા, કાસમ ગગજી કટિયા અને જુમા ગુલમામદ સાયચા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૫૫૦ જપ્ત કરી છે બીજી રેડમાં સીટી એ ડીવીઝન પોલીસે માધાપર ઝાપા પાસે રેડ કરી હતી જ્યાં આરોપી પરેશ હસમુખ આશર રહે નાની વાવડી મોરબી વાળાને જાહેરમાં વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૧૪૦૦ જપ્ત કરી છે અન્ય આરોપી હુશેન ઝકુંભાઈ કાચા રહે વિસીપરા મોરબી વાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે