Morbi,તા.27
હાલ હાડ થીજવતી ઠંડી પડી રહી છે ત્યારે તસ્કરો પણ સક્રિય બન્યા છે શિયાળાની ઋતુમાં મોરબી પંથકમાં ચોરીની ઘટનાઓ વધતી હોય છે ત્યારે ગત રાત્રીના મકનસર ગામે તસ્કરોના આંટાફેરા જોવા મળ્યા હતા
મોરબી તાલુકાના મકનસર ગામે તસ્કર ગેંગ જોવા મળી હતી રાત્રીના અઢી વાગ્યાના સુમારે મકનસર ગામના ગોકુલનગર વિસ્તારમાં તસ્કરો જોવા મળ્યા હતા તસ્કરો શેરીમાં આંટાફેરા કરતા અને અમુક મકાનની દીવાલ કુદી અંદર પ્રવેશ કરવાની કોશિશ કરતા જોવા માં હતા ત્રણ ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે ઠંડી વધતા જ તસ્કરો સક્રિય બન્યા છે ત્યારે પોલીસ નાઈટ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તેવી લોકમાંગ ઉઠી રહી છે