Morbi તા.૨૨
સરાયા ગામે એક ઇસમ ઘોડી લઈને નીકળતા ભેંસો ભડકી હતી જેથી યુવાને ઘોડી દુર ચલાવવાનું કહેતા મારામારી થઇ હતી જેમાં બે ઇસમોએ યુવાન સહિતના બેને લાકડાના ધોકા વડે માર મારી તેમજ પાવડાનો હથિયાર તરીકે ઉપયોગ કરી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે
ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા ઈરફાન ઈબ્રાહીમ જુણેજા નામના યુવાને આરોપી નયુમ મુસાભાઈ વીકીયા અને અયુબ મુસાભાઈ વીકીયા રહે બંને સરાયા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી ઈરફાન વાડીએથી પોતાની ભેંસો લઈને ઘરે પહોંચ્યો ત્યારે આરોપી નયુમ તેની ઘોડી લઈને નીકળ્યો હતો જેથી ભેંસો ભડકતા ઘોડી દુર ચલાવવાનું કહ્યું હતું જે સારું નહિ લાગતા આરોપી ગાળો આપી જતો રહ્યો હતો બાદમાં ફરિયાદી અને કાળુભાઈ બંને ઠપકો આપવા ગયા હતા ત્યારે આરોપીઓએ ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી પાવડાનો હથિયાર તરીકે ઉપયોગ કરી ઈજા પહોંચાડી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે