Morbi,તા.૨૩
ખેતરડી ગામના રહેણાંક મકાન પાછળ આવેલ વાડામાંથી પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી એક ઈસમને ઝડપી લીધો છે તો એક આરોપીનું નામ ખુલતા વધુ તપાસ હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખેતરડી ગામે રહેતા કાશીરામ રણછોડભાઈ દેકાવાડીયાના મકાન પાછળ આવેલ વાડામાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં વાડામાંથી દારૂની અલગ અલગ બ્રાંડની દારૂની બોટલ નંગ ૨૪ કીમત રૂ ૧૧,૨૦૮ નો મુદામાલ જપ્ત કરી આરોપી કાશીરામ દેકાવાડીયાને ઝડપી લીધો છે તો અન્ય આરોપી કિશન મેરાભાઇ દેકાવાડીયા રહે ખેતરડી તા. હળવદ વાળાને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે