Morbi,તા.04
હળવદ પોલીસ સ્ટેશનના અકસ્માતના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા ઈસમને પોલીસે ભરૂચ જીલ્લામાંથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન હળવદ પોલીસ મથકના અકસ્માતના ગુનામાં આરોપી સતેન્દ્ર જયરામ યાદવ રહે યુપી વાળો હાલ ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના જોલવા ગામે હોવાની બાતમી મળતા ટીમને રવાના કરી હતી અને સ્થળ પરથી આરોપી સતેન્દ્ર યાદવને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે