Morbi,તા.28
મોરબી નજીક હાઈવે પર આવેલ ક્રિષ્ટલ બોડી મસાજ સ્પાની આડમાં દેહવ્યાપારની પ્રવૃતિ ચાલતી હતી જ્યાં રેડ કરી પોલીસે બે ઇસમોને ઝડપી લીધા હતા અને એક આરોપીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી વાંકાનેર હાઈવે પર વિશાલ ફર્નીચર પાછળ ક્રિષ્ટલ સ્પા એન્ડ મસાજના સંચાલક પ્રશાંત કેશુભાઈ કેશુર અને તેની સાથે અન્ય લોકો મસાજની આડમાં બહારથી લલનાઓ બોલાવી ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સવલતો પૂરી પાડતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી આરોપી ભાવેશ હિમત કાતરીયા (ઉ.વ.૨૩) રહે જોલાપુર તા. રાજુલા અને ભલા રણછોડ ભીલ (ઉ.વ.૨૯) રહે હિંડોરના તા. રાજુલા હાલ બંને ક્રિષ્ટલ સ્પા એમ બંને ઇસમોને ઝડપી લઈને સ્થળ પરથી રોકડ રૂ ૩૫૦૦ મોબાઈલ નંગ ૦૨ કીમત રૂ ૫૫,૦૦૦ અને કોન્ડોમ નંગ ૦૩ સહીત કુલ રૂ ૫૮,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
રેડ દરમિયાન આરોપી સંચાલક પ્રશાંત કેશુભાઈ કેશુર રહે મોરબી વાળો હાજર મળી આવ્યો ના હતો જેથી પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે