Morbi તા.૨૨
મોરબીમાં રહેતો યુવાન વ્યાજના વિષચક્રમાં ફસાયો હતો જે યુવાને કપડાના વેપારી પાસેથી ૪૮ ટકાના ઊંચા વ્યાજે ૬.૩૩ લાખની રકમ લીધી હતી અને વ્યાજના રૂ ૧૫.૫૨ લાખ મળી કુલ રૂ ૧૭.૫૨ લાખ ચૂકવી દીધા છતાં ફોન કરી વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપી તેમજ ઘરે આવી પત્ની અને માતાને ગમે તેમ બોલી વ્યાજની માંગણી કર્યાની ફરિયાદ નોંધાવી છે
મૂળ ઓડીશાનો વતની અને હાલ મોરબીની શાંતિવન સોસાયટીમાં રહેતા રાકેશ ગોબર્ધનભાઈ પેન્થોઈ નામના યુવાને આરોપી જયેશભાઈ વિનોદભાઈ કાનાબાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આઠેક વર્ષ પૂર્વે ઘરનું મકાન લેવું હોય જેથી હોમ લોનની જરૂરત હોવાથી ઇન્ડીયન શેલ્ટર હોમ લોનમાંથી લોન લીધી હતી જે કંપનીમાં નોકરી કરતા કુલ્દીપભાઈ સાથે પરિચય થયો હતો બાદમાં દોધેલ વર્ષ પૂર્વે જુન ૨૦૨૩ માં કાકાના દીકરા રાજેશભાઈ ગિરિધારી પેન્થોઈને મકાન લેવા રૂપિયાની જરૂરત હોવાથી હોમ લોન કરાવી આપનાર કુલદીપભાઈને વાત કરી હતી જેથી તેના મિત્ર જયેશભાઈ વિનોદભાઈ કાનાબાર જેની રવાપર રોડ ચકીયા હનુમાન પાસે જય ગારમેન્ટ નામની દુકાન હોય ત્યાં કોન્ટેક કરાવ્યો હતો
ફરિયાદીએ આરોપી જયેશ પાસેથી રોકડ રૂ ૨ લાખ ૪૮ ટકાના વ્યાજે લીધા હતા અને બાદમાં નાણાની જરૂરિયાત ઉભી થતા કટકે કટકે રૂ. ૪.૪૩ લાખ લીધા અને કુલ રૂ ૬.૩૩ લાખ ૪૮ ટકાના વ્યાજદરે લીધા હતા જેનું આજ સુધીમાં વ્યાજ રૂ ૧૫.૫૨ લાખ માતા પ્રબીનાબેનના બેંક ખાતામાંથી જયેશભાઈના એકાઉન્ટમાં યુપીઆઈથી ટ્રાન્સફર કરી અને રોકડ રૂ ૨ લાખ સહીત કુલ રૂ ૧૭,૫૨,૦૦૦ ચૂકવી આપ્યા છે છતાં આરોપી જયેશ કાનાબાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો અને પાંચ છ દિવસ પૂર્વે યુવાન ઘરે હાજર ના હોય ત્યારે પત્ની અને માતા પાસે ગમે તેમ બોલી વ્યાજના રૂપિયાની માંગણી કરી જતો રહ્યો હતો આરોપીએ બળજબરીપૂર્વક સહીવાળા પાંચ કોરા ચેક મેળવી લઈને વ્યાજની અવારનવાર ઉઘરાણી કરી ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે