Morbi,તા.26
ભોગ બનનાર વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી
મોરબીના વેપારીને ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરી કમાવવાની લાલચ આપી વોટસએપ મારફત સંપર્ક કરી દોઢ કરોડથી વધુની રકમનું રોકાણ કરાવી બાદમાં રોકાણ કરેલ રૂપિયા પરત ના આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે
મોરબીના કાયાજી પ્લોટમાં પ્રમુખ હાઈટ્સમાં રહેતા નૈમિષ કનૈયાલાલ પંડિત (ઉ.વ.૩૯) નામના વેપારી યુવાને આરોપીઓ વોટસએપ નંબર મો.નં. +919157782692 ના ધારક તથા મો નં +૮૫૨૬૫૪૭૭૮૦૧ ના ધારક તથા BANK OF MAHARASHTRA બેંક એકાઉન્ટ નંબર 60531855058 ના ધારક તથા ICICI BANK બેંક એકાઉન્ટ નંબર 626405021571 ના ધારક તથા INDUSIND BANK એકાઉન્ટ નંબર 258624074370 ના ધારક તથા IDFC FIRST BANK એકાઉન્ટ નંબર 10226853801 ના ધારક તથા IDFC FIRST BANK એકાઉન્ટ નંબર 52511198482 ના ધારક તથા IDFC FIRST BANK એકાઉન્ટ નંબર 10225848236 ના ધારક તથા IDFC FIRST BANK એકાઉન્ટ નંબર 10227445291 ના ધારક તથા તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે
જે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૦૪-૦૫ થી તા. ૨૧-૦૫ સુધીના સમય દરમિયાન આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી વોટ્સએપ દ્વારા વાતચીત કરી ઓનલાઈન યુ.એસ.ડી.ટી. ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી વોટ્સએપ દ્વારા વાતચીત કરી રૂપિયા કમાવવાની લોભામણી લાલચ આપી વિશ્વાસ કેળવી બાદમાં અલગ અલગ બહાના હેઠળ ફરિયાદી નૈમિષ પાસેથી કુલ રૂ ૧,૫૧,૦૨,૫૦૦ રોકાણ કરાવ્યું હતું રોકાણ કરેલ રૂપિયા આજદિન સુધી પરત નહિ આપી વિશ્વાસઘાત છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે