Morbi,તા.26
મોરબી કોલ એસોની મીટીંગ મળી હતી જેમાં ઉદ્યોગોને પડતી સમસ્યાઓ અને આગામી સમયમાં આવનાર પડકારોને ધ્યાનમાં લઈને વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી સાથે જ કોલ એસોમાં વધુ પડતી ઉધારી અને પૈસા ખોટા થવાનું પ્રમાણ વધી ગયું હોવાથી એસોસીએશન દ્વારા સર્વાનુમતે નિર્ણયો લેવામાં આવ્યા હતા
જેમાં કોલ એસો દ્વારા લાંબા સમયથી ચાલતી ઉધારીના પૈસા નો આપી ઇન્ડસ્ટ્રીઝમાં કોઈપણ કોલ સપ્લાયર્સ માલ મોકલશે નહિ જ્યાં સુધી ફસાયેલા નાણા પરત ના આપે ત્યાં સુધી માલ સપ્લાય રોકી દેવામાં આવશે અને જે લોકો કોલ ઇન્ડસ્ટ્રીઝના નાણા પરત આપતા નથી તેવા ટ્રેડર્સ અને ઉદ્યોગકારોના નામ ફ્રોડ લીસ્ટમાં મુકવામાં આવશે
ઉપરાંત કોલ ઇન્ડસ્ટ્રીઝ ટકી રહે માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા કોલ એસોસીએશનના તમામ સદસ્યોની સહમતીથી સર્વાનુમતે નિર્ણયો લેવામાં આવ્યા છે જેથી તમામ ઉદ્યોગકારો અને ટ્રેડર્સ નોંધ લેવા એસો પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા અને ઉપપ્રમુખ હિરેનભાઈ પટેલની યાદીમાં જણાવ્યું છે