Morbi,તા.05
આજે ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર રાજ્યમાં ૯૨.૯૧ ટકા સાથે મોરબી જીલ્લો રાજ્યમાં પ્રાથમ સ્થાને રહ્યો છે રાજકોટ અને સુરત જેવા સેન્ટરને પાછળ છોડી મોરબીના વિદ્યાર્થીઓએ બોર્ડ પરિણામોમાં ડંકો વગાડ્યો છે જેથી ખુશીની લહેર જોવા મળી રહી છે
રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૨ સાયન્સની પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં દર વર્ષની જેમ મોરબી જિલ્લાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતા રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે રાજકોટ સેન્ટરે ટફ ફાઈટ આપી હતી જોકે નજીવા અંતરે મોરબી જીલ્લો પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવામાં સફળ રહ્યો છે મોરબી જીલ્લાના ૪૭ વિદ્યાર્થીઓએ A 1 ગ્રેડ, ૨૬૧ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સમગ્ર રાજ્યમાં ૯૨.૯૧ ટકા પરિણામ સાથે મોરબી જીલ્લો પ્રથમ સ્થાને રહ્યો છે