Morbi,તા.08
રવિવારે આખો દિવસ અને આખી રાત વરસાદ બાદ સોમારે પણ વરસાદ વરસ્યો
મોરબી જીલ્લામાં રવિવારે વહેલી સવારથી શરુ થયેલો વરસાદ રવિવારે આખો દિવસ તેમજ આખી રાત્રી સુધી ચાલુ રહ્યો હતો અને રવિવારે સવારથી સોમવારે સવાર સુધી ૨૪ કલાકમાં માળિયા તાલુકામાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો તે ઉપરાંત અન્ય ચાર તાલુકામાં પણ સારો એવો વરસાદ વરસ્યો હતો તેમજ સોમવારે સવારથી સાંજ સુધીમાં જીલ્લામાં અડધાથી સવા બે ઇંચ વરસાદ વરસ્યો હતો
રવિવારે સવારે ૬ થી સોમવારે સવારે ૬ સુધીના વરસાદના આંકડા જોઈએ તો માળિયા તાલુકામાં ૧૧૬ મીમી, મોરબી તાલુકામાં ૮૫ મીમી, ટંકારા તાલુકામાં ૬૪ મીમી, વાંકાનેર તાલુકામાં ૩૧ મીમી અને હળવદ તાલુકામાં ૬૨ મીમી વરસાદ વરસ્યો છે મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સવા ઈંચથી સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો તેમજ સોમવારે સવારે ૬ થી સાંજે ૪ સુધીમાં માળિયા તાલુકામાં ૫૫ મીમી, મોરબી તાલુકામાં ૨૪ મીમી, ટંકારા તાલુકામાં ૧૨ મીમી, વાંકાનેર તાલુકામાં ૧૧ મીમી અને હળવદ તાલુકામાં ૨૩ મીમી વરસાદ નોંધાયો છે
માળિયા તાલુકાના ત્રણ ગામોમાં ખેતરમાં ઉભા પાક પર ઘોડાધ્રોઈ નદીનું પાણી ફરી વળ્યું
ઘોડાધ્રોઈ ડેમ રવિવારે જ ઓવરફલો થતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે જેથી ઘોડાધ્રોઈ નદીનું જળ સ્તર વધતા પાણી આસપાસના ગામોમાં ખેતરોમાં ફરી વળ્યા છે માળિયા તાલુકાના ચીખલી, વિશાલનગર અને સુલતાનપુર ગામમાં ખેતરોમાં ઉભા પાક પર પાણી ફરી વળતા કપાસ અને મગફળીના પાકને નુકશાન થયાનું ખેડૂતો જણાવી રહ્યા છે હાલ ખેતરમાં પાણી ભરેલા હોવાથી કેટલું નુકશાન થયું તેનો સ્પષ્ટ આંક મેળવી શકાયો નથી પરતું બે દિવસથી ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે
ચકમપર જવાના રોડ પર વોકળા પર પાણી ફરી વળતા રસ્તો બંધ
જીવાપર ચકમપર ગામે આવેલ તળાવ ઓવરફલો થયો છે જેથી ચકમપર જવાના રસ્તે આવતા વોકળામાં જળ સ્તર વધતા રસ્તો બંધ થયો છે અહીંથી રાહદારી કે વાહનચાલકો પસાર થઇ સકે તેમ નથી ઉપરાંત રંગપરથી ચકમપર જતા રોડ પર પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે ગ્રામજનો પોતાના ગામમાં જઈ સકે કે ગામમાંથી બહાર જઈ સકે તેવી સ્થિતિ રહી નથી જેથી હાલાકીનો સામનો કરી રહયા છે
મોરબી જીલ્લાના ૧૦ માંથી ૩ ડેમ ઓવરફલો, મચ્છુ ૨ ડેમ ૯૦ ટકા જેટલો ભરાઈ ગયો
મોરબી જીલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સારો વરસાદ અને ઉપરવાસની સતત આવકને કારણે વાંકાનેરનો મહાકાય મચ્છુ ૧ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયો છે જેના જળ મચ્છુ ૨ ડેમમાં આવતા મચ્છુ ૨ ડેમ ૯૦ ટકા જેટલો ભરાઈ ગયો છે મોરબી જીલ્લાના ત્રણ ડેમો ૧૦૦ ટકા ભરાઈ ગયા છે તેમજ ત્રણ ડેમ ૯૦ ટકાથી ૯૭ ટકા સુધી ભરાઈ ગયા છે
મોરબી જીલ્લામાં કુલ ૧૦ ડેમ આવેલા છે જેમાં મચ્છુ ૧ ડેમ, ડેમી ૨ ડેમ અને ઘોડાધ્રોઈ ડેમ ૧૦૦ ટકા ભરાઈ ગયા છે ત્રણ ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે તેમજ મચ્છુ ૨ ડેમ ૮૮.૫૯ ટકા, ડેમી ૧ ડેમ ૫૧.૦૯ ટકા, બંગાવડી ડેમ ૫૯.૪૧ ટકા, બ્રાહ્મણી ડેમ ૯૭.૮૯ ટકા, બ્રાહ્મણી ૨ ડેમ ૫૭.૩૨ ટકા, મચ્છુ ૩ ડેમ ૮૫.૧૧ ટકા અને ડેમી ૩ ડેમ ૩.૪૪ ટકા ભરાઈ ગયો છે ત્રણ ડેમ ભરાઈ જતા તેમજ મચ્છુ ૨ ડેમ અને મચ્છુ ૩ ડેમ ઓવરફલો થવાની નજીક હોવાથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે નીચાણવાળા વિસ્તારમાં અને નદીના પટમાં અવરજવર નહિ કરવા જણાવ્યું છે