Morbi,તા.21
મહેન્દ્રનગર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૩,૨૫૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મહેન્દ્રનગર ગામે શીતળામાં મંદિર પાસે બાતમીને આધારે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા આકાશ ગોપાલભાઈ કુંડીયા, અશ્વિન ગોપાલભાઈ કુંડીયા, ગણપત માનસિંગભાઈ હળવદીયા, નરેન સંતોષ જાટવ અને મહેશ દિનેશ પરસવાણી એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૩,૨૫૦ જપ્ત કરી છે