(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૩
મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા નવલખી રોડ, મહેન્દ્રનગર રોડ, અવની ચોકડી સહિતના વિસ્તારમાં નાસ્તાના ધંધાર્થો અને ફરસાણ સહિતના ૪૦ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી જેમાં અખાદ્ય ચીજવસ્તુનો નાશ કરવામાં આવ્યો હતો અને બેદરકારી દાખવનાર વેપારીઓને નોટીસ પાઠવવામાં આવી હતી
નવલખી રોડ પર પશુપતિનાથ ચાઇનીઝમાંથી વાસી નૂડલ્સ, ફૂડ કલર અને સ્થળ પર અનહાઈજેનીક સ્થિતિ જોવા મળી હતી તેમજ ફૂડ લાયસન્સ ના હોવાથી પેઢીને ગ્રીન નોટીસ ફટકારી છે રવાપર ચોકડી પાસે આવેલ ગુરુજી ફાસ્ટફૂડમાંથી વાસી ચટણી, ગ્રેવી, વાસી નૂડલ્સ અને ફૂડ કલર મળી આવતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો સાઈઝ ઝીરો કેફેમાં એક્સપાયરી ડેટ વગરના પાઉં અને પીઝા બેઝ જોવા મળ્યા હતા જેનો નાશ કરવામાં આવ્યો હતો ચેતના સ્વીટ એન્ડ નમકીનમાં એક્સપાયરી ડેટ વગરના નમકીનના ફૂડ પેકેટ મળી આવતા સ્થળ પર નાશ કર્યો હતો

