Morbi,તા.17
મોરબી માળિયા હાઈવે પરથી ગૌ રક્ષકોની ટીમે ગેરકાયદે પશુધનની હેરાફેરી કરનાર ઈસમને ઝડપી લઈને બોલેરોમાં ખીચોખીચ ભરેલ ૦૩ ભેંસને છોડાવી મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવતા પોલીસે ફરિયાદ નોંધી છે
મોરબીની વેરાઈ શેરીમાં રહેતા ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયાએ આરોપી લખમણ મછાભાઈ હુડીયા (ઉ.વ.૪૩) રહે ઊંટબેટ સામપર તા. મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીએ પોતાની બોલેરો પીકઅપ જીજે ૦૧ ડીવાય ૧૨૫૪ વાળીમાં ગેરકાયદે આધાર પુરાવા વગર ભેંસ નંગ ૦૩ દોરડા વડે ક્રુરતાપૂર્વક ભરી ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના હેરાફેરી કરતો મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત પશુક્રુરતા અધિનિયમ ૧૯૬૦ ની કલમ ૧૧ (૧) (ડી), (ઈ), (એફ), (એચ) તથા જીપી એક્ટની કલમ ૧૧૯ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે