Morbi,તા.26
મોરબી મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના નેશનલ હાઇવે થી લખધીરપુર-કાલિકાનગર-નીચી માંડલ રસ્તાનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. રસ્તાનો સિમેન્ટ કોંક્રેટનો ક્યોરીંગ પિરિયડ પૂરો ન થાય ત્યાં સુધી વાહન ચલાવી શકાય તેમ ન હોવાથી આ રસ્તો વન વે કરવો જરૂરી છે. જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ કે. બી. ઝવેરી દ્વારા મોરબી-લખધીરપુર-નીચી માંડલ રોડમાં એન્ટિક સીરામીક (કેનાલ ક્રોસિંગ) થી લખધીરપુર સુધીના રસ્તાને વન વે કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.