Morbi,તા.18
આરોપી પાસેથી ચોરાઉ બાઈક કબજે લીધું
અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા દોઢેક વર્ષથી નાસતા ફરતા આરોપીને ચોરી કરેલ બાઈક સાથે મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એલસીબી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદ નારોલ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી પુરણસિંગ લલ્લુરામ નિશાળ રહે યુપી વાળો હાલ ઘૂટું ગામ પાસે આવેલ બાપા સીતારામ ચોકડી પાસે ઉભો છે જે બાતમીને આધારે રેડ કરતા આરોપીને ઝડપી લીધો હતો જેની પાસે જુનું બાઈક મળી આવ્યું હતું જેની પૂછપરછ કરતા વર્ષ ૨૦૧૮ માં આરોપીએ તેના નાના ભાઈ ગોપાલ નિશાદ સાથે મળીને એક બંધ મકાનમાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી એક લેપટોપ અને ચાંદીની મૂર્તિ તેમજ રોકડ રૂપિયા તેમજ અન્ય ચીજવસ્તુ મળી હોવાની કબુલાત અપાઈ હતી જે ગુનામાં ભાઈ પકડાયો હતો અને આરોપી પકડવાનો બાકી હતો તેમજ દોઢેક વર્ષ પૂર્વે અંજાર તાલુકાના ગામમાંથી બાઈક ચોરીની કબુલાત આપી હતી જેથી આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસને સોપવામાં આવ્યો છે