Morbi, તા.06
સામાકાંઠે આવેલ માળિયા વનાળીયા સોસાયટીના રહેણાંક મકાનમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને મહિલા બુટલેગરની પોલીસે ધરપકડ કરી છે તેમજ અન્ય એક આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા વનાળીયા સોસાયટીમાં આરોપી સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટિયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં મકાનમાંથી દેશી દારૂ ૬૦ લીટર કીમત રૂ ૧૨,૦૦૦ નો જથ્થો મળી આવતા પોલીસે મુદામાલ જપ્ત કરી મહિલા બુટલેગર સોનલબેન કટિયાને ઝડપી લીધી હતી અન્ય આરોપી હરીભાઈ કોળી રહે નાળીયેરી ગામ તા. ચોટીલા વાળાનું નામ ખુલતા બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે