Morbi, તા.17
ગાંધીનગર ખાતે આજે મહાત્મા મંદિરમાં રાજ્ય સરકારના નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજવાનો છે જેમાં કોણ કેબિનેટ મંત્રી બનશે, કોણ રાજ્યકક્ષાના મંત્રી બનશે અને કોનો મંત્રી મંડળમાં સમાવેશ થશે તેની ચર્ચાઓ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે અને આજે સવારથી મંત્રીમંડળમાં જે ધારાસભ્યનો સમાવેશ કરવાનો છે .
તેને ફોન કરવાનું શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય અને ભાજપના પાયાના પથ્થર સમાન સિનિયર ધારાસભ્ય કહી શકાય તેવા કાંતિભાઈ અમૃતિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે અને તેઓને શપથ ગ્રહણ સમારોહ માટે થઈને ફોન આવી ગયેલ છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આજે રાજ્યપાલની મુલાકાતે વહેલી સવારે 9:00 વાગ્યે પહોંચ્યા હતા અને રાજ્યપાલને મળ્યા બાદ જૂના મંત્રીમંડળના રાજીનામાં આપવામાં આવ્યા બાદ આજે નવા મંત્રીમંડળ માટે શપથ ગ્રહણ સમારોહનું મહાત્મા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ગુજરાતના 162 પૈકીના કયા ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે કોને કેબિનેટ મંત્રીમાં લેવામાં આવશે, કોને રાજ્યકક્ષાના મંત્રીમાં લેવામાં આવશે અને કોનો કોનો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે તે જાણવા માટે તેને સતત ફોનની ઘંટડીઓ રણકતી રહી છે .
પરંતુ હાલમાં જે માહિતી મળી રહી છે તે મુજબ અત્યાર સુધીમાં જુના મંત્રીમંડળમાં જે મંત્રીઓ હતા તેમાંથી ઋતિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, પ્રફુલભાઈ પાનસેરીયા, કનુભાઈ દેસાઈ, પરસોતમભાઈ સોલંકી, લવિંગજી ઠાકોર વિગેરેને ફોન આવ્યા હતા અને ત્યારબાદ નવા મંત્રી મંડળમાં નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે તેવી વાત હતી દરમિયાન મોરબી માળિયામાં છેલ્લા 32 વર્ષથી ભાજપનું નેતૃત્વ કરતા સિનિયર ધારાસભ્યકાંતિભાઈ અમૃતિયાનો પણ નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેઓને પણ નવા મંત્રીમંડળમાં શપથ લેવા માટે ફોન આવી ગયો છે.