Morbi,તા.18
મોરબી મહાનગરપાલિકા દ્વારા રૂ.૧ લાખથી વધુ રકમના ૨૫૭ મિલકત ધારકોને ગત તારીખ ૦૧/૦૧/૨૦૨૫ થી તારીખ ૦૯/૦૨/૨૦૨૫ સુધીમાં વોરંટ બજવણી કરવામાં આવેલ. જેમાંથી ૪૨ મિલકતધારકો દ્વારા સંપૂર્ણ ટેકસ ભરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન ટેકસ શાખા દ્વારા ૯ મિલકતોને સીલ કરવામાં આવી હતી. તેમજ રૂ.૭૫,૦૦૦ થી રૂ.૧,૦૦,૦૦૦ સુધીની રકમ બાકીના મિલકત ધારકોને વોરંટ બજવણી કરવાની કામગીરી ટેકસ શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી. ટેકસ શાખાની ટીમ દ્વારા ૬ મિલકત જપ્તી/ટાંચમાં લેવામાં આવી હતી. જેમાંથી ૫ મિલકત ધારકો દ્વારા સ્થળ પર જ ચેક અને રોકડ-રકમ આપીને બાકી વેરાની ભરપાઈ કરવામાં આવી હતી અને આ કામગીરી દરમિયાન ૧ મિલકતને સીલ કરવામાં આવી હતી. મોરબી શહેરની જનતાને બાકી વેરાની તાત્કાલિક ભરપાઈ કરવા માટે મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.