Morbi,તા.22
ઓદ્યોગિક નગરી મોરબી વિકસિત શહેર હોવા છતાં બેફામ ગંદકી જોવા મળે છે તાજેતરમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે મનપા તંત્ર શહેરના સ્વચ્છ બનાવવા કવાયત કરી રહ્યું છે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે અને સફાઈ ઝુંબેશ અંતર્ગત જાહેરમાં લઘુશંકા રોકવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો સાથેના બેનરો જાહેર માર્ગ પર લગાવાશે
મોરબી શહેરમાં જાહેરમાં બેફામ ગંદકી જોવા મળે છે શહેરના અનેક વિસ્તારમાં જાહેર ઉકરડાઓને કારણે ગંદકી ફેલાય છે ઉપરાંત નાગરિકોમાં જાગૃતિના અભાવે જાહેરમાં લઘુશંકા કરતા હોય છે જે ગંદકી રોકવા મનપા તંત્રએ અનોખો નિર્ણય કર્યો છે જેમાં જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો પાડી બેનર બનાવી જાહેર રોડ પર બેનરો લગાવવામાં આવશે હાલ મહાનગરપાલિકા દ્વારા ગાંધી ચોકમાં જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો સાથે બેનર મુકવામાં આવ્યું છે જેમાં જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો પણ જોવા મળી રહ્યા છે જેથી તંત્રએ જાહેરમાં લઘુશંકા નહિ કરવા સ્પષ્ટ સંદેશ આપ્યો છે અને નિયમોનું પાલન નહિ કરનારના ફોટો સાથેના બેનર જાહેર માર્ગો પર લગાવાશે જેથી નાગરિકોને સુધરી જવા તાકીદ કરવામાં આવી છે