Morbi તા,21
ગુજરાત સરકારનું નાણાકીય વર્ષનું બજેટ નાણામંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજ્યની નવી મહાપાલિકાઓ માટે થઈને 2300 કરોડનું બજેટ જાહેર કરાયું છે જેમાંથી મોરબી મહાપાલીકાને 200 કરોડથી વધુ ની ગ્રાન્ટ મળશે જેનો ઉપયોગ કરીને આગામી સમયમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટે, આઇકોનિક રોડ ડેવલોપમેન્ટ કરવા માટે તથા નવા રિંગ રોડ બનાવવા માટેના કામનું આયોજન કરવામાં આવે તેવી શક્યતાઓ હાલમાં દેખાઈ રહી છે.
રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2025-26 નું નાણાકીય વર્ષનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં જો મોરબીની વાત કરીએ તો મોરબી મહાપાલિકા વિસ્તારમાં વિકાસ કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે અને રાજ્યની નવ નવી મહાપાલિકાઓ છે.
તેના માટે કુલ મળીને 2300 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેથી મોરબી મહાપાલિકા વિસ્તારમાં વિકાસ કામો કરવા માટે તેને અંદાજે 200 કરોડથી વધુની ગ્રાન્ટ મોરબીને મળશે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે.
આ બાબતે મોરબી મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના બજેટમાં નવી મહાપાલિકાઓ માટે 2300 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે.
તેમાંથી મોરબી મહાપાલિકાને 200 કરોડથી વધુની રકમ મળશે અને તેના ઉપયોગ થકી માળખાકીય સુવિધાઓમાં વધારો કરવામાં આવશે તેમજ આઇકોનિક રોડ ડેવલોપમેન્ટ અને મુખ્યમંત્રી ગ્રીન બેલ્ટ રિંગ રોડનું આયોજન કરવામાં આવશે આમ રાજ્ય સરકારના વર્ષ 2025-26 ના બજેટમાં મોરબી મહાપાલિકા વિસ્તારમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરી શકાય તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવેલ છે