Morbi,તા.23
મોરબી સીટી એ ડીવીઝન પોલીસે સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સીએનજી રીક્ષા ચોરી કરનાર ઈસમને ઝડપી લઈને ચોરી થયેલ રીક્ષા રીકવર કરી વધુ તપાસ ચલાવી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શોધી કાઢવા કાર્યરત હોય દરમિયાન બાતમી મળી હતી કે એક નંબર પ્લેટ વગરની સીએનજી રીક્ષા વિસીપરા તરફથી વીસી ફાટક તરફ આવે છે જેથી વોચ ગોઠવી હતી અને આરોપી રજાક રમજાન મોવર (ઉ.વ.૨૬) વાળાને ઝડપી લીધો હતો જે આરોપી પાસેથી કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું જેથી પોકેટ કોપથી સર્ચ કરતા રીક્ષા સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયાનું ખુલ્યું હતું પોલીસે ૩૫ હજારની રીક્ષા રીકવર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે