શીતળાધાર ખાતે સમૂહ લગ્નમાં જતા યુવાનું બાઈક સ્લીપ થતા મોત
Rajkot,તા.04
રાજકોટ શહેરમાં બે સ્થળોએ માર્ગ અકસ્માતમાં યુવક સહિત બેના મોત નીપજયા છે.શહેરના મોરબી રોડ પર આવેલા હડાળા-રતનપર ગામ વચ્ચે હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. મોરબીથી કોઠારીયા ગામે પોસ્ટમેન નોકરી પર પહોંચે તે પહેલાં કાળ આંબી ગયો હતો. જ્યારે શહેરના કોઠારીયા મેન રોડ પર આવેલા ફ્લોરેન્સ પાર્ટી પ્લોટ પાસે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત નીપજ છે.વધુ વિગત મુજબ મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર ધર્મવિજય સોસોયટીમાં શિવમ હાઈટ્સમાં રહેતાં રાજેશભાઇ શીવલાલભાઈ સુરાણી નામના (ઉ.વ.54) પ્રોઢ gj 3 fj 12 63 નંબરનું બાઈક લઈ રાજકોટના કોઠારીયા ગામે પોસ્ટમેનની નોકરી જતા હતા ત્યારે રતનપર ગામ નજીક પહોંચ્યા ત્યારે પૂરપાટ ઝડપે આવતી કારે બાઇકને ઠોકરે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ગવાયેલા રાજેશભાઈ સુરાણી ને 108 મારફતે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ
કુંટુંબી મોટા બાપુજીના દિકરા કિશનભાઈ સુરાણીએ ફોન કરી જાણ કરેલ કે, પોલીસ તરફથી ફોન આવેલ હતો કે એક ભાઈને મોરબી રોડ રતનપર ગામ નજીક અકસ્માતમાં ઇજા થવાથી 108 મારફત રાજકોટ સરકારી દવાખાને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરેલ છે, જેથી યુવાન તુરંત મિત્ર સાથે મોરબીથી રાજકોટ સરકારી દવાખાને દોડી આવ્યો હતો. હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમમાં તેમના પિતા સારવારમા હતા બાદ તેમના પિતાને ફરજ પરના તબીબીએ તપાસી મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગેની મેહુલકુમાર રાજેશભાઈ સુરાણીની ફરીયાદ પરથી કુવાડવા રોડ પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. બે ભાઇઓ છે. જેમાં મોટા પોતે અને નાનો કિશનકુમાર છે. બનાવથી પરીવારમાં કાળો કલ્પાંત છવાયો હતો. આ ઉપરાંત શહેરના કોઠારીયા ગામે આવેલી રાધેશ્યામ સોસાયટીમાં રહેતા ભાવિક નિલેશભાઈ ધાડવી નામનો 23 વર્ષીય યુવાન gj 3 af708 નંબરનું બાઈક લઈને કોઠારીયા મેન રોડ પર આવેલ ફ્લોરેન્સ પાર્ટી પ્લોટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચાલક ભાવિક ઢાળવી એ બાઈક પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ખવાયેલા ભાવિક ધાડવી સારવાર છે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જે આ ફરક પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ આજીડેમ પોલીસ મથક મેં થતા પીએસઆઇ આરએમ શાખરા સહિતનો સ્ટાફ દોરી જે હતો અને પ્રાથમિક તપાસમાં શીતળા ધાર ખાતે સમૂહ લગ્નમાં થતો હતો ત્યારે અકસ્માત થયો છે મૃતક ભાવિક બે ભાઈ માં સૌથી મોટો હતો પોલીસે કાગળો કરી ધોરણ સમી કાર્યવાહી હાથ ધરી છે.