Morbi,તા.09
શહેરના નવલખી રોડ પરના રહેણાંક મકાનમાં રેડ કરી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ૮૪ બોટલ દારૂ અને મોબાઈલ સહિતના મુદામાલ સાથે એક ઈસમને ઝડપી લીધો છે જયારે એક આરોપીનું નામ ખુલ્યું છે
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે મોરબી જીલ્લામાં ધામા નાખ્યા છે જેમાં હોટેલ કમ્ફર્ટમાં તપાસ ઉપરાંત ગાળા પાસેથી કરોડોના કોલસા ચોરી કોભાંડનો પર્દાફાશ કરી સ્થાનિક પોલીસનું નાક વાઢી લીધું હતું આટલું ઓછું હોય તેમ SMC ટીમે બી ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાં દારૂની રેડ કરી હતી નવલખી રોડ પર આવેલ શ્રદ્ધાપાર્ક સોસાયટીના મકાનમાં રેડ કરી જ્યાં મકાનમાંથી દારૂની ૮૪ બોટલ કીમત રૂ ૫૩,૮૪૪ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ સહીત કુલ રૂ ૫૮,૮૪૪ નો મુદામાલ કબજે લઈને આરોપી મયુરસિંહ ઘનુંભા ઝાલાને ઝડપી લીધો હતો જયારે મારાજ નામના આરોપીનું નામ અને મોબાઈલ નંબર ખુલ્યા છે જેથી સીટી બી ડીવીઝન પોલીસ મથકને આરોપી અને મુદામાલ સોપી વધુ તપાસ હાથ ધરી છે