Morbi,તા.25
સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આજે મોરબીના જુના બસ સ્ટેન્ડથી કલેકટર કચેરી સુધી રેલી યોજી જીલ્લા કલેકટરને આવેદન પાઠવી આતંકવાદીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે
સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા રેલી યોજી આવેદન આપવામાં આવ્યું છે જેમાં જણાવ્યું છે કે કાશીરમાં થયેલ નિર્દયતાપૂર્વક હત્યાની ઘટનાને સુન્ની મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે હુમલો કરનાર માનવતાના દુશ્મન એવા આતંકવાદીઓને પકડી સખતમાં સખ્ત સજા આપવા માંગ કરી છે તે ઉપરાંત મુસ્લિમ સમાજે આતંકીઓના પોસ્ટર સળગાવી વિરોધ કર્યો હતો