Morbi,તા.25
મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવતા વિજય ટોકીઝથી સૌરાષ્ટ્ર હેર ડ્રેસર સુધી અંદાજીત ૭૦ મીટર સીસી રોડનું કામ તા. ૨૫ જુનથી શરુ કરવામાં આવનાર હોવાથી કામ ચાલુ કર્યાની તારીખથી ૩૦ દિવસ માટે અથવા કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી તમામ પ્રકારનાર વાહનોની અવરજવર માટે રોડ બંધ રહેશે રસ્તા પરથી પસાર થતા તમામ પ્રકારના વાહનોને અવરજવર માટે વિજય ટોકીઝથી જુના બસ સ્ટેશન અને તખ્તસિંહજી રોડનો વૈકલ્પિક રૂટ તરીકે ઉપયોગ કરવાનો રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવા મહાપાલિકાના કમિશ્નર (પ્રોજેક્ટ) ની યાદીમાં જણાવ્યું છે