Morbi,તા.12
ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક વાહન પલટી મારી જતા મહિલાઓ સહીત ૧૫ થી વધુને ઈજા પહોંચી હતી જે અકસ્માતના બનાવ મામલે વાહનચાલક વિરુદ્ધ પોલીસ નોંધાઈ છે
મોરબી સબ જેલ પાસે રહેતા હંસાબેન હિમતભાઈ જાદવે વાહન જીજે ૩૬ વી ૮૭૮૦ ના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૧ ના રોજ સવારના વાંકાનેર કેટરર્સ કામ માટે મહિલાઓ કેરી વાહનમાં બેસી જતા હતા ત્યારે ટંકારાના વીરપર ગામ નજીક વાહનચાલકે બેફિકરાઈથી ચલાવી સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી એકદમ બ્રેક મારતા વાહન પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં ફરિયાદી સહીત ૧૫ થી વધુ મહિલાઓ અને પુરુષને ઈજા પહોંચી હતી ટંકારા પોલીસે વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે