Jharkhand,તા.૩૦
ઝારખંડના ગોડ્ડાથી ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ ગંભીર આરોપ લગાવતા કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો છે કે, કોંગ્રેસના દિવંગત નેતા એચકેએલ ભગતના નેતૃત્વમાં ૧૫૦ થી વધુ કોંગ્રેસના સાંસદોએ સોવિયેત રશિયા પાસેથી ભંડોળ લીધું હતું અને તેના એજન્ટ તરીકે કામ કર્યું હતું. સાંસદે આ આરોપો ૨૦૧૧ માં યુએસ ગુપ્તચર એજન્સી સીઆઇએ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજના આધારે લગાવ્યા છે.
નિશિકાંત દુબેએ ટ્વીટ કરીને ઠ પર નિશાન સાધ્યું અને લખ્યું- કોંગ્રેસ, ભ્રષ્ટાચાર અને ગુલામી. ૨૦૧૧ માં સીઆઈએ દ્વારા બહાર પાડવામાં આવેલા એક દસ્તાવેજના આધારે, તેમણે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસના વરિષ્ઠ દિવંગત નેતા એચકેએલ ભગતના નેતૃત્વમાં ૧૫૦ થી વધુ કોંગ્રેસ સાંસદોએ સોવિયેત રશિયાના પૈસાનો ઉપયોગ કર્યો હતો અને રશિયા માટે દલાલો તરીકે કામ કર્યું હતું.
નિશિકાંતે પત્રકારોના જૂથ માટે એજન્ટ તરીકે કામ કરવા વિશે પણ લખ્યું છે. પત્રકારોના જૂથો તેમના એજન્ટ હતા અને કુલ ૧૬ હજાર સમાચાર લેખોનો ઉલ્લેખ છે, જે રશિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. રાજકારણીઓને ભંડોળ અને પત્રકારોની દલાલી ઉપરાંત ભારતમાં રહેતા રશિયન લોકો અંગે પણ આરોપો લગાવવામાં આવ્યા હતા. દુબેએ વધુમાં લખ્યું કે, તે સમયે રશિયન ગુપ્તચર એજન્સીઓના લગભગ ૧૧૦૦ લોકો ભારતમાં હતા, જેઓ અધિકારી, વેપારી સંગઠનો, સામ્યવાદી પક્ષો, અભિપ્રાય ઘડવારાઓને પોતાના ખિસ્સામાં રાખતા હતા અને માહિતી અનુસાર આધારે ભારતની નીતિ બનાવતા હતા.
કોંગ્રેસના ઉમેદવાર સુભદ્રા જોશીએ લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણીના નામે જર્મન સરકાર પાસેથી ૫ લાખ રૂપિયા લીધા હતા. હાર્યા બાદ તેઓ ઇન્ડો જર્મન ફોરમના પ્રમુખ બન્યા હતા. તેમણે પ્રશ્નાર્થભર્યા ભાવ સાથે લખ્યું કે, શું આ દેશ હતો કે ગુલામો, દલાલો કે વચેટિયાઓની કઠપૂતળી ? કોંગ્રેસે આનો જવાબ આપવો જોઈએ, શું આજે જ આની તપાસ થવી જોઈએ કે નહીં ?