ફૂલોની રંગોળી, ધ્વજ ચિત્રકામ સહિતી પ્રવૃતીઓમાં ઉત્સાહભેર જોડાયા
Junagadh તા. ૮
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લાની ૬૧૨ શાળાઓના ૧૮ હજારથી વધુ વિદ્યાર્થીઓએ સૈનિકોને પોસ્ટકાર્ડ લખ્યા હતા. તેમજ ફૂલોની રંગોળી, ધ્વજ ચિત્રકામ સહિતી પ્રવૃતીઓમાં ઉત્સાહભેર જોડાયા હતા.
જુનાગઢ જિલ્લાની ૬૧૨ જેટલી શાળાઓમાં ૧૮,૨૩૭ કેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનિઓ, તથા ૨૦૫૮ શિક્ષકો અને અન્ય ૧૪૬ જેટલા લોકો એ રંગોળી સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાની સર્જનાત્મકતાને ઉજાગર કરી હતી અને તિરંગાની થીમને ધ્યાને રાખી રંગોળીઓ બનાવી હતી.
ઉલ્લેખનીય છે કે, હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત શિક્ષણ વિભાગ હસ્તકની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા. ૦૬/૦૮/૨૦૨૫ થી તા.૧૨/૦૮/૨૦૨૫ સુધીના દિવસો દરમિયાન વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરવામાં આવી રહયુ છે. જે અંતર્ગત વિવિધ શાળાઓ ખાતે વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધા, તિરંગા વિષયક ક્વિઝ સહિતના કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોએ હર ઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવ્યું હતું.