Morbi,તા.17
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓ અંગે મંગળવારથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરશે જેમાં મોરબી જીલ્લાના પંચાયત વિભાગ હસ્તકના વર્ગ ૩ ના ૪૦૦ થી વધુ કર્મચારીઓ જોડાશે જેથી આરોગ્ય સેવાઓ પ્રભાવિત થશે
આરોગ્ય કર્મચારી મહાસંઘ મોરબી (સૂચિત) દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે પંચાયત વિભાગના વર્ગ ૩ ના આરોગ્યના એમ.પી.એચ.ડબલ્યુ, એફ.એચ. ડબલ્યુ, એમ.પી.એચ.એસ., એફ. એચ.એસ અને ટીએચએસ, ટીએચવી અને જીલ્લા કક્ષાના સુપરવાઈઝર ભાઈઓ-બહેનો, ટેકનીકલ કેડર સહિતના કર્મચારીઓ પડતર પ્રશ્નો બાબતે અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે વર્ગ ૩ આરોગ્યના કર્મચારીઓના ફિક્સ અને ફૂલ પગાર મેળવતા કર્મચારીઓની પડતર માંગણીઓનું નિરાકરણ આવ્યું નથી જેથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરાયું છે અને મોરબી જીલ્લાના તમામ કર્મચારીઓ જોડાશે