Morbi,તા.23
ટંકારા પંથકમાં છેલ્લા બે ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે આજે પણ બપોરે બે કલાકમાં ધોધમાર એક ઇંચ જેટલો વરસાદ ટંકારા પંથકમાં વરસ્યો હતો જોકે મોરબી જીલ્લાના બાકી ચાર તાલુકામાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા
મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ વચ્ચે મોરબી, માળિયા, વાંકાનેર અને હળવદમાં વરસાદી ઝાપટા અને છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો ટંકારામાં ધોધમાર એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો સવારથી સાંજ સુધીના વરસાદના આંકડા જોઈએ તો ટંકારામાં ૩૫ મીમી, માળિયામાં ૦૭ મીમી, તેમજ મોરબી, વાંકાનેર અને હળવદમાં ૦૧-૦૧ મીમી વરસાદ નોંધાયો છે